તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ભીલડી |ભીલડી એચ.વી.વાલાણી વિદ્યામંદિરમાં ભીલડી રોટરી સેવાદળ દ્વારા આંખ ચકાસણીનો

ભીલડી |ભીલડી એચ.વી.વાલાણી વિદ્યામંદિરમાં ભીલડી રોટરી સેવાદળ દ્વારા આંખ ચકાસણીનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલડી |ભીલડી એચ.વી.વાલાણી વિદ્યામંદિરમાં ભીલડી રોટરી સેવાદળ દ્વારા આંખ ચકાસણીનો કેમ્પ યોજાયો હતો. જેમાં કેળવણી મંડળના પ્રમુખ માનસુંગભાઇ કે. પટેલ, નારણભાઇ દવે, બાબુલાલ દેસાઇ, મહેશભાઇ મોદી, રેવાભાઇ પરમાર, રઘુભાઇ રાજગોર, મનુભાઇ જોષી, ડો. કે.બી. પરમારે દીપ પ્રગટાવી કેમ્પને ખુલ્લો મુક્યો હતો. કેમ્પમાં ડીસાના આંખના સર્જન ડો. ડીકેશ ગોહિલ તથા ડો. પિયુષભાઇ શાહે 270 દર્દીઓને તપાસ્યા હતા. જેમાંથી 70 દર્દીઓ આર્થિક રીતે નબળા હોઇ તેમને ડો. કે.કે. પટેલ તથા રોટરી પ્રમુખ જમનાદાસ મુલાણીના સહયોગથી મોતીયાનું ઓપરેશન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન કમલેશભાઇ પંચાલ તથા સેક્રેટરી અશોકભાઇ પટેલ દ્વારા કરાયું હતું.તસવીર-કંચનજી ઠાકોર

ભીલડી રોટરી સેવાદળ દ્વારા આંખ ચકાસણીનો કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...