• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • જેતડા પોસ્ટ ઓફિસમાં નાણાં નથી, 30 શાળાઓને શિષ્યવૃત્તિ ચૂકવવાની બાકી

જેતડા પોસ્ટ ઓફિસમાં નાણાં નથી, 30 શાળાઓને શિષ્યવૃત્તિ ચૂકવવાની બાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકાના જેતડા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને નાણાં મળતાં હોવાના કારણે બુધવારે હોબાળો મચાવ્યો હતો. જ્યારે આજુબાજુના વિસ્તારમાં આવેલી 30 શાળાઓને શિષ્યવૃત્તિના રૂ. 40 લાખ ચૂકવવાના થાય છે. પોસ્ટ ઓફિસર દ્વારા ગામની સગર્ભા મહિલાઓને સહાય પેટે રૂ. 6 હજાર પણ મળતાં નથી. જેથી ગ્રામજનો પોસ્ટ ઓફિસમાં રજૂઆત કરવા ગયા હતા. જ્યાંથી તેમને બહાર કઢાયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. પોસ્ટ ઓફિસ સાથે જેતડા સહિત લુણાવા, પઠામણા, ખોરડા, પેપરાલ, ગણતા, સેદલા અને મોરિલા સહિત ગામ જોડાયેલા છે. અંગે પોસ્ટ માસ્તર દિનેશભાઇ ધરમાભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘ડીસા હેડ પોસ્ટ ઓફિસથી કેશ અપાતી નથી. જેથી સમસ્યા સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...