• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ભીલડીમાં આખલો બચાવવા જતાં ટેન્કર વિદ્યાર્થી ઉપર પલટ્યું, મોત

ભીલડીમાં આખલો બચાવવા જતાં ટેન્કર વિદ્યાર્થી ઉપર પલટ્યું, મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા નેશનલ હાઇવે પરની ઘટના, ચાલકને ગંભીર ઇજા

એચ. વી. વાલાણી હાઇસ્કૂલનો ધો.9નો છાત્ર િનશાળે જવા રોડની સાઇડે ચાલતો જતો હતો, ત્યારે ટેન્કર મોત બની ત્રાટક્યું

ડીસાતાલુકાના ભીલડી નજીક શુક્રવારે સવારે હાઇવે પર અચાનક આવી ચડેલા આખલાને બચાવવા જતાં ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર માર્ગની બાજુમાં પસાર થઇ રહેલા છાત્ર ઉપર પલટતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં ચાલને ગંભીર ઇજા થતાં દવાખાને ખસેડાયો હતો. અકસ્માતને પગલે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું.

ભીલડીની એચ.વી.વાલાણી હાઇસ્કૂલમાં ધોરણ -9માં અભ્યાસ કરતો દિનેશજી જસવંતજી ઠાકોર (14) શુક્રવારે નિત્યક્રમ મુજબ સવારે સ્કૂલમાં જવા નીકળ્યો હતો. જે ડીસા નેશનલ હાઇવે પર સાઇડમાં ચાલી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા ટેન્કર (આરજી 10 જીબી 6414)ના ચાલકે આખલાને બચાવવા જતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર અહીંથી પસાર થતાં દિનેશ ઉપર પલટી ગયું હતું. જેના કારણે દબાઇ જવાથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

ભીલડી નજીક શુક્રવારે હા‌ઇવે પર અાખલાને બચાવવા જતાં ટેન્કર રોડની સાઇડમાં ચાલતા જઇ રહેવા છાત્ર ઉપર પલટી ગયું હતું. ઘટનામાં બાળકનં ઘટના સ્થળે મોત નિપજતાં અરેરાટી પ્રસરી ગઇ હતી.તસવીર -કંચનજી ઠાકોર

સર્વિસ રોડના અભાવે અવરજવર જોમખી બની

એચ.વી.વાલાણીહાઇસ્કૂલ ગામથી દૂર છે. જ્યાં અભ્યાસ કરતા બાળકોને નેશનલ હાઇવે ઉપર ચાલીને શાળાએ જવું પડે છે. જ્યાં હાઇ-વેને સમાંતર સર્વિસ રોડ બનાવવા સ્કૂલના સંચાલકો દ્વારા પણ વારંવાર રજૂઆતો કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...