ગુજરાત ક્રિકેટ એસો. ટીમમાં ડીસાના 3 ખેલાડીની પસંદગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતક્રિકેટ એસોસીએશન સંચાલિત રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિકટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બનાસકાંઠા જિલ્લાની ટીમ તરફથી ડીસા સ્પોર્ટસ ક્રિકેટ એન્ડ ચેરિટેબલ એકેડેમીના નેજા હેઠળ રમી રહેલા અને ન્યુ ટીસીડી ફાર્મ ક્રિકેટ મેદાન પર રમીને તૈયાર થયેલા ત્રણ ખેલાડીની વર્ષ 2016ની ગુજરાત ક્રિકેટ એસોસીએશનની અન્ડર-19, અન્ડર-16 અને અન્ડર-23 માં પસંદગી થઇ છે.

ડીસાના ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાનમાં એકેડેમીના મુખ્ય કોચ વિપુલ આલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા દિલીપ સુથારની અન્ડર-16, હેમિલ મોદીની અન્ડર-19 અને પાર્થ ચૌધરી અન્ડર-23 માં પસંદગી પામતાં અન્ય ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડીસા એકેડેમીમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ વહેલી સવારે ગામડેથી આવી પ્રેકટીસ કરે છે. અત્યાર સુધી કોચ વિપુલ આલ અને સહાયક કોચ વિજય મોદીના માર્ગદર્શન હેઠળ અનેક ખેલાડી ગુજરાત ક્રિકેટ એસો.ની ટીમો તથા દુબઇ એકેડેમીની ટીમોમાંથી રમવાની તક મળી છે.

અન્ય સમાચારો પણ છે...