• Gujarati News
  • અંગત અદાવતમાં રિક્ષા ચાલકની હત્યા કરનાર એક આરોપી ઝડપાયાે

અંગત અદાવતમાં રિક્ષા ચાલકની હત્યા કરનાર એક આરોપી ઝડપાયાે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાશહેરના વડલીફાર્મ વિસ્તારમાં રહેતા યુવકની અંગત અદાવતમાં દસેક દિવસ અગાઉ નવરાત્રીમાં હત્યા થઇ હતી. જે કેસમાં ડીસા ઉત્તર પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી.

ડીસાના વડલીફાર્મ પાસે રહેતો અશોક ઉર્ફે ચુલીઓ દેવચંદજી ઠાકોર ગત નવરાત્રિના ચોથા નોરતે રાત્રે નવેક વાગ્યે ડીસા હાઇવે પર જમના ભોજનાલય સામેના સર્વિસ રોડ પર પોતાના મિત્રો સાથે પસાર થતો હતો. ત્યારે પપ્પુજી મેરૂજી ઠાકોર, હરેશ ઉર્ફે બીલો અમરતજી ઠાકોર અને દિલા કાળુ માજીરાણા (રહે.શિવનગર, ટેકરા, ડીસા) વગેરેએ આવી જૂની અદાવત રાખી અશોકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી રિક્ષામાં ઉઠાવી ગયા હતા. રિક્ષામાં જુદીજુદી જગ્યાએ ફેરવી તેની ઉપર વારંવાર હૂમલો કરી જૂના બસ સ્ટેન્ડ નજીક નાંખી દીધો હતો. જેથી તેને સારવાર અર્થે લઇ જવાયા બાદ તેનું મોત નિપજતાં આરોપી શખ્સો વિરૂદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન ડીસા ઉત્તર પીઆઇ એચ.અેન.રાઠોડે હત્યામાં સંડોવાયેલા હરેશ ઉર્ફે બાબો અમરતજી ઠાકોરને રાધનપુર નજીક કલ્યાણપુરાથી ઝડપી લીધો હતો. જ્યારે હજુ પણ નાસતા ફરતા બે આરોપીને ઝડપવાની તજવીજ ચાલુ હોવાનું પોલીસ અધિકારી રાઠોડે જણાવ્યું હતું.

થરાદ પાસે જીપ -ટ્રક અથડાતાં મુસાફરને ઇજા

થરાદ:થરાદના નાઇ નગર પાસે એક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત જીપમાં બેઠેલી વ્યક્તિને ઇજા થઇ હતી. થરાદ ના નાઇનગરના પાટીયા પાસેથી પસાર થઇ રહેલ જીજે.15.બીબી.-412 નંબરની એક કમાન્ડર જીપને પુરઝડપે અને ગફલતભરી રીતે આવેલ જીજે.19.વાય.-6403 નંબરની આયશર ટ્રકના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. આથી જીપમાં બેઠેલા વ્યક્તિને બન્ને પગે ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે અકસ્માત બાદ ટ્રક મુકી તેનો ચાલક નાસી છુટ્યો હતો. બનાવની જમીનકુમાર જીવરામભાઇ સુથાર (રહે.થાણાશેરી,થરાદ)નાએ ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ડીસાના વડલી ફોર્મના યુવકની હત્યા કરનાર એક આરોપી ઝડપાયો હતો.-ભાસ્કર