તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડીસામાં સરયુનગર હનુમાન મંદિરના મહંતને બંધક બનાવી 40 હજારની લૂંટ

ડીસામાં સરયુનગર હનુમાન મંદિરના મહંતને બંધક બનાવી 40 હજારની લૂંટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાના ડીસા-રાજપુર નજીક આવેલા સરયુનગરમાં રવિવારે રાત્રે પ્રા.શાળામાં ચોરી થયા બાદ તસ્કરોએ બીજા દિવસે રાત્રિ દરમિયાન બાજુમાં આવેલા શ્રીસંકટ મોચન હનુમાન મંદિરના મહંતને છરો બતાવી મોઢુ બાંધી અંદરથી રૂ. 40 હજાર રોકડાની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ડીસા તાલુકા પોલીસે લુંટારાઓને પકડવા કવાયત હાથ ધરી છે.

ડીસા તાલુકાના જૂનાડીસા અને રાજપુર વચ્ચે આવેલા સરયુનગર પરા વિસ્તારમાં શ્રી સંકટ મોચન વિજય હનુમાનજીનું મંદિર આવેલું છે. જેમાં છેલ્લા સાતેક વર્ષથી મહંત તરીકે ગોવિંદદાસજી ગુરુ લક્ષ્મણદાસજી ફલાહરી(ઉ.વ.70) રહે છે મંદિરની સેવાપૂજા કરે છે. મંદિરમાં રાત્રે નિત્ય ભજન-સત્સંગ ચાલે છે. જેમાં સોમવારે રાત્રે મહંત ગોવિદદાસજી ભજન કરી એકલા સૂતા હતા. ત્યારે રાત્રિના દોઢ વાગ્યાના સુમારે ત્રણેક શખ્સોએ આવી મહંતનું મોઢુ દબાવી છાતીના ભાગે છરો બતાવી કપડાથી મોઢુ બાંધી દીધુ હતું. તસ્કરોએ મહંત ને છરી બતાવી મારમારી રૂમની ચાવી લીધી હતી. અને અંદર તિજોરીમાંથી રૂ.40 હજાર રોકડ ઉઠાવી મહંતના પગ બાંધી તસ્કરો નાસી છુટ્યા હતા. જ્યારે મહંતે જેમ-તેમ કરી મોંઢેથી દોરડું ખોલી મંદિરના ભક્ત જયતિંભાઇ સોની અને શાંતિલાલ સાંખલાને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા.

અંગે ડીસા પોલીસને જાણ કરતાં આર.એમ.ભદોરીયા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને મહંતની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.