તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • શિક્ષકોની ઘટને પગલે વાલીઓમાં રોષ : જિલ્લામાં શાળાબંધીનો ત્રીજો બનાવ

શિક્ષકોની ઘટને પગલે વાલીઓમાં રોષ : જિલ્લામાં શાળાબંધીનો ત્રીજો બનાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં શિક્ષકોની ઘટના પગલે અગાઉ ધાનેરા તથા સુઇગામ તાલુકાની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી. ત્યારે શુક્રવારે ડીસા તાલુકાના કંસારી ગામે આવેલ પ્રજાપતિનગર પ્રાથમિક શાળામાં વાલીઓ દ્વારા શિક્ષકોની ઘટના પગલે તાળાબંધી કરી રોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત જો શાળામાં શિક્ષકોની ઘટ નહીં પુરાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી રહેશે તેવી ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી.

ડીસા તાલુકામાં આવેલી કંસારી ગામની પ્રજાપતિનગર પ્રાથમિક શાળામાં શુક્રવારે શિક્ષકોની ઘટના પગલે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. શાળામાં તાળાબંધીના પગલે શિક્ષણકાર્ય ઠપ્પ થઈ ગયું હતું. વાલીઓના જણાવ્યા મુજબ શાળામાં 222 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 6 જેટલા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે પરંતુ શાળામાં છેલ્લા દોઢ વર્ષથી ધોરણ થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષકોના હોવાથી અન્ય શિક્ષકો ભણાવી રહ્યા છે. જેના કારણે અભ્યાસમાં તકલીફ ભોગવી રહ્યા છે. બીજી તરફ વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વાલીઓ દ્વારા શિક્ષકોની ઘટના મામલે અનેકવાર રજુઆતો કરવા છતાં કોઇ નક્કર પરિણામ મળ્યું નથી. જેથી જ્યાં સુધી શિક્ષકોની ઘટ નહીં પુરાય ત્યાં સુધી તાળાબંધી યથાવત્ રહેવાની ચિમકી વાલીઓ દ્વારા ઉચ્ચારાઇ છે.

ગણિત-વિજ્ઞાનના શિક્ષકની ઘટ પુરવા માંગ

^‘કંસારીનાપ્રજાપતિનગર પ્રાથમિક શાળામાં શિક્ષકોનું આઠનું મહેકમ છે. જેની સામે સાત શિક્ષકો કામ કરે છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષકની ઘટ છે. મામલે વાલીઓએ તાળાબંધી કરી છે. જ્યાં સુધી સીધી ભરતી ના થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરવાની વાત કરી છે પરંતુ વાલીઓએ ના પાડી અને કાયમી શિક્ષકોની માંગણી કરી છે.> જાગૃતિબેનદેસાઈ , તાલુકાપ્રાથમિક શિક્ષણાધિકારી

કંસારીની પ્રજાપતિનગર શાળામાં વાલીઓ દ્વારા તાળાબંધી કરાઇ.તસ્વીર-અભિષેક જાની

અન્ય સમાચારો પણ છે...