તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદથી મીઠા જતાં માર્ગ બિસ્માર હાલતમાં રીપેર કરવા રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદથીમીઠા જતાં હાઇવે અને થરાદથી ડીસા જતા હાઇવે પર 7 કરોડના ખર્ચે વિકાસપથ રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડ બનાવ્યાને ચાર વર્ષ થયાને રોડ પર ઠેર-ઠેર ગાબડાં પડતાં વાહન ચાલકો અને રાહદારીઓમાં અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. જેના પગલે માર્ગ રીપેર કરવા લેખિત રજૂઆત કરી હતી.

થરાદથી મીઠા અને ડીસા જતાં હાઇવે પર બે કિલોમીટર રોડ વિકાસપથ યોજનામાં 7 કરોડના ખર્ચે સને-2012 માં થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલે કામનું ખાતમુર્હૂત કર્યું હતું. જે માર્ગમાં મસમોટા ખાડા પડી જતાં કામ કરનાર કોન્ટ્રાક્ટરની ગેરરીતિ બહાર આવવા પામી હતી. જ્યારે માર્ગ પર કોલેજ સહિત શાળાઓ આવેલી હોઇ પસાર થતાં વાહનોથી રાહદારીઓમાં અકસ્માત થવાની દહેશત વર્તાઇ રહી છે. જેને લઇને હાઇવે પર આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના પ્રિન્સીપાલે લેખિત રજૂઆત નાયબ કાર્યપાલક ઇજનેરે કરી હતી અને માર્ગ રીપેર કરવા માંગ કરી હતી.

પાંચ વર્ષ પહેલાં 7 કરોડના ખર્ચે રોડ બનાવાયો હતો

અન્ય સમાચારો પણ છે...