ડીસામાં થયેલી 5.50 લાખના હીરાના લૂંટની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાંશુક્રવારે આંગડીયા કર્મચારી પાસેથી ગાયત્રી મંદિર હાઇવે પર થયેલી લૂંટમાં કુલ રૂ. 5.50 લાખના હીરા અને ઇમીટેશન જ્વેલરીના પેકેટનો મુદ્દામાલ ગયો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં કાર દેખાય છે પરંતુ નંબર હોવાથી તપાસમાં મુશ્કેલી પડી રહી છે. હાલ LCB, SOGઅને ઉત્તર પોલીસની ટીમ તપાસ ચલાવી રહી છે.

ડીસા હાઇવે પર ગાયત્રી મંદિર નજીક શુક્રવારે થરાદથી બસમાં ઉતરેલા આંગડીયા પેઢીના જયંતિભાઇ પટેલની કું. ના કર્મચારી ઇશ્વરસિંગ રાજપૂત પાસેથી સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખસો થેલો ઝુંટવી લઇ ગયા હતા. જેમાં પેઢીએ તપાસ કર્યા બાદ થેલામાં જુદાજુદા વેપારીના કુલ 5.50 લાખના હિરાના પેકેટ અને ઇમીટેશન જ્વેલરીના પેકેટ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેની તપાસ ડીસા ઉત્તર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કે.આર. પઠાણ ચલાવી રહ્યા છે. ગાયત્રી મંદિર વિસ્તારમાંથી વિવિધ સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવતાં થરાદથી આવતી બસની પાછળ સ્વીફ્ટ કાર આવતી જણાય છે.

અન્ય સમાચારો પણ છે...