તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા તાલુકા સંઘની ચૂંટણીનો ધમધમાટ, 22 ફોર્મ ભરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના વ્યવસ્થાપક મંડળની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે ફોર્મ ભરવાના બીજા દિવસે 22 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. ચૂંટણી બિનહરીફ કરવા સહકારી આગેવાનો દ્વારા પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. 14 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.

ધી ડીસા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘની વ્યવસ્થાપક મંડળની 19 ડિરેકટરની ચૂંટણી માટે જાહેરનામુ બહાર પડતાં તા. 14 ડિસે. મતદાનની તારીખ નક્કી કરાઇ છે. તાલુકા સંઘની કુલ 19 બેઠકોમાં મંડળી વિભાગની 13, અન્ય મંડળી વિભાગની 2, મહિલા વિભાગ-2, નાના અને સિમાન્ત ખેડૂત વિભાગની એક તેમજ અનુ.જાતિની એક બેઠકો માટે સોમ અને મંગળવારે કુલ 22 ફોર્મ ભરાયા હતા.

બુધવારે ફોર્મ ભરવાનો અંતિમ દિન છે. જોકે હજુ સુધી મોટાભાગને એક તરફી પેનલના ફોર્મ ભરાયા છે. જેથી ચૂંટણી બિનહરીફ કરવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે.ચૂંટણીને લઈ ઉમેદવારોમાં દોડધામ મચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...