તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવથી મગફળીનો ભાવ ઊંચકાયો, પ્રતિ મણે 911 પડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરગુજરાતમાં મગફળીની આવકમાં પ્રથમ ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં નોટબંધીની અસર બાદ રાબેતા મુજબ કામગીરી શરૂ થઇ જતાં મગફળીના ભાવમાં પણ વધારો થયો છે. અને ભાવ ટેકાના ભાવથી ઉપર જતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઇ છે. મંગળવારે મગફળીની 20 હજાર બોરી ઉપરાંતની આવકનો નોંધાઇ હતી. જ્યારે ભાવ 911 સુધીના પડ્યા હતા.

ડીસામાં ચાલુ વર્ષ મગફળીનું બમ્પર ઉત્પાદન થતાં માર્કેટયાર્ડ મગફળીની આવકોથી ઉભારાયું હતું. ચાલુ વર્ષઅનેક વખત રેર્કોડ તોડી એકલાખ બોરી ઉપર આવક નોંધાઇ હતી. જોકે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં તેમજ નોટબંધીની અસરથી ભાવ ઓછા મળતા સરકાર દ્વારા રૂ. 844 પ્રતિમણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ હતી. ત્યારે હવે માર્કેટયાર્ડમાં ખેડૂતોને ચેકથી પેમેન્ટ આપવાની શરૂઆત થતાં અને કામગીરી રાબેતા મુજબ શરૂ થઇ જતાં મગફળીના ભાવમાં વધારો થવા પામ્યો છે.

સોમવારે મગફળીના ભાવ ટેકાના ભાવને પાર કરી રૂ. 911 પ્રતિમણ સુધી બોલાયા હતા. જ્યારે આવકો 32 હજાર બોરી રહી હતી. મંગળવારે ઉંચામાં 871નો ભાવ અને આ‌વકો 20 હજાર બોરી ઉપરાંત રહી હતી.

ડીસા માર્કેટયાર્ડમાં મંગળવારે 20 હજાર ગુણી મગફળીની આવક થઇ હતી. જેના પગલે ટેકાના ભાવ કરતાં પણ ઉંચા ભાવ પડ્યા હતા.તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...