તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં હિન્દુ ધર્મશાળાની પાછળ ગટર ઉભરાતાં રહીશો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાશહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકાએ અનેક પ્રયાસો હાથ ધર્યાં છે. પરંતુ કેટલાય વિસ્તારોમાં સમયસર ગટરોની સાફસફાઇ થતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. ત્યારે હિન્દુ ધર્મશાળા પાછળ આવેલ વિસ્તારના લોકો પણ ગટરોના ગંદા પાણીથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.

ડીસાના હિન્દુ ધર્મશાળા પાછળ શહેરની મુખ્ય ગટરલાઇન આવેલી છે. જેમાંથી શહેરના મોટાભાગના વિસ્તારોનું ગંદુ પાણી ગટરલાઇન મારફતે પસાર થાય છે. પરંતુ નગરપાલિકા દ્વારા મુખ્ય ગટરલાઇનની સમયસર સાફસફાઇ થતાં તે બ્લોક થઇ ગઇ છે અને ગટરલાઇનમાં કચરો ભરાઇ રહેતાં અહીંથી પસાર થતું ગંદુ પાણી ઉભરાઇ જતાં આજુબાજુમાં રહેતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. છેલ્લા ઘણા સમયથી ત્યાં ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જતાં રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. 24 કલાક દુર્ગંધ મારતી ગટરના કારણે આજુબાજુમાં રહેતાં લોકોને નાકે રૂમાલ બાંધીને રહેવું પડે છે.

અંગે રહીશોએ જણાવ્યું હતું કે, ‘અમારા વિસ્તારમાંથી શહેરની મુખ્ય ગટરલાઇન પસાર થાય છે. જેની નગરપાલિકા દ્વારા સમયસર સાફસફાઇ થતાં બ્લોક થઇ ગઇ છે. અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.’

અન્ય સમાચારો પણ છે...