તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં 2450 લીટર દેશી દારૂનો વોશ અને 50 લીટર દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઠાકોરસમાજ દ્વારા રાજ્યભરમાં વ્યસનમુક્તિનું અભિયાન શરૂ કર્યું છે. પરંતુ સમાજની અપીલને કેટલાંક દૂષણરૂપ લોકોએ અવગણી ફરીથી દેશી દારૂના ધંધા ધમધમતા કર્યાં છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે વ્યાપક પ્રમાણમાં રેડ કરી 2450 લીટર વોશ અને 50 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો.

અંગેની વિગત મુજબ ડીસા તાલુકાના ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ફરીથી ધમધમતી થવાની ફરિયાદોના પગલે જિલ્લા પોલીસવડા નિરજકુમાર બડગુજરની સુચનાથી ડીસા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે. ચૌધરી અને પીએસઆઇ એચ.એન. કુરેશીની ટીમે શનિ-રવિવારે ડીસાના વિવિધ ગામોમાં દેશી દારૂ અંગેની રેડો કરી કુલ 2450 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ, 50 લીટર દારૂ અને દારૂ ગાળવાના સાધનો મળી કુલ રૂ. 19360 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

ક્યાં-ક્યાં રેડ કરાઇ

ગામઆરોપી

માલગઢ કંકુબેન ઠાકોર

માલગઢ રજુસીંગ સ. ઠાકોર

કુંપટ વિનુજી વિ. ઠાકોર

જૂનાડીસા કેશાબેન કાનાજી ઠાકોર

જૂનાડીસા પ્રકાશજી હ. ઠાકોર

રાણપુર પોપટજી ચં. ઠાકોર

રાણપુર જીવણજી ગ. ઠાકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો