તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામમાં ગંદકીના ઢગલા છે તેથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીભીલડીપછી હવે શુક્રવારે જૂનીભીલડીના બ્રાહ્મણ કિશોરને શંકાસ્પદ ડેન્ગ્યૂની અસર જણાતાં તેને ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. શંકાસ્પદ ડેન્ગ્યૂના કારણે વિસ્તારના લોકોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ જૂનીભીલડીમાં અપ્સરા સિનેમા પાછળ રહેતા દિનેશભાઇ જોષીના પુત્ર હાર્દિક (ઉં.વ.16) ને તાવ આવતો હતો. જેને સારવાર માટે ડીસાના ખાનગી તબીબને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો રીપોર્ટ કરાવાતાં પ્લેટલેટ કાઉન્ટ ઘટતાં અને શંકાસ્પદ ડેન્ગ્યૂની અસર જણાતાં સારવાર હાથ ધરાઇ હતી. અંગે હસમુખભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘ગામમાં કેટલાય સમયથી સફાઇની કામગીરી થતી નહોવાથી ગંદકીના ઢગલા ખડકાયેલા છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં લોકો રોગ ભરડામાં સપડાઇ રહ્યા છે.

જેથી આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.’ જ્યારે અંગે આરોગ્ય વિભાગના અધિકારી ડો. ચિરાગ પુજારાએ જણાવ્યું હતું કે, ‘પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે જેથી ફ્રિજ, પીવાના પાણીનું ટાંકુ, પાણીના કુંડામાં સફાઇ રાખવી જરૂરી છે.’

ઉલ્લેખનીય છેકે, બ્રાહ્મણ કિશોરને શંકાસ્પદ ડેન્ગ્યૂની અસર જણાતાં તેને ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...