તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસેડા PSCએ બીલ ભરવામાં વિલંબ કરતાં કનેકશન કપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાના આસેડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બીલ ભરવામાં વિલંબ થતાં વીજકંપની દ્વારા જોડાણ કાપી નાખતા દોડધામ મચી હતી અને આરોગ્ય વિભાગે મોડેથી વ્યવસ્થા કરી વીજબીલ ભરતાં પુન: લાઇટ શરૂ કરી હતી.

આસેડા પ્રા.આરોગ્ય કેન્દ્રનું લાઇટ બીલ ભરવામાં વિલંબ થતાં વીજકંપની દ્વારા મંગળવારે વીજજોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. જેથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી. વીજબીલ ભરવામાં વિલંબ થવા પાછળ ઉપરથી ગ્રાન્ટ આવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આરોગ્ય અધિકારીઓ દ્વારા વ્યવસ્થા કરી બીલ ભરી દેવાતાં વીજ પુરવઠો પુન: કાર્યવત થયો હતો. અંગે આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.પ્રકાશભાઇએ જણાવ્યું હતુ કે, ઉપરથી ગ્રાન્ટ કે બીલ આવવાના કારણે બીલ ભરવામાં વિલંબ થયો હતો.

આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કનેકશન કપાતાં અંધારપટ છવાયો હતો.તસવીર-ચેતન શ્રીમાળી

અન્ય સમાચારો પણ છે...