તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • સરકારી યોજનાની લોન અપાવવાનું કહી ડીસામાં રૂ. 40 હજારની ઠગાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી યોજનાની લોન અપાવવાનું કહી ડીસામાં રૂ. 40 હજારની ઠગાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસામાંપ્રધાનમંત્રીની જનધન યોજનામાંથી રૂ. 50 હજારની લોન આપવાનું કહી 40 ટકા જેટલી સબસીડી મળશે તેવી લાલચ આપી એક ગઠીયાએ સાત વ્યકિતઓ પાસેથી વ્યકિત દીઠ રૂ. 10-10 હજાર લઇ ઠગાઇ કરી જતાં ભોગ બનેલાઓએ ડીસા પોલીસને લેખિત ફરીયાદ આપી હતી.

ડીસામાં પ્રધાનમંત્રી જનધન યોજનામાં કોઇને લોન જોઇતી હોય તો રૂ. 50 હજારની લોન મળે છે. તેમ કહી ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા રાજુ બારોટ નામના યુવકે કેટલાંક લોકોને ભોળવીને લોન અપાવીશ અને 40 ટકા જેટલી સબસીડી મળશે. જેથી હપ્તાની રકમ પણ નજીવી ભરવાની આવશે તેમ કહી આધારકાડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા રેશનકાર્ડ, પાનકાર્ડ અને તેની ઝેરોક્ષ તેમજ વ્યકિત દીઠ ખર્ચના રૂ. 10 હજારની માંગ કરી હતી. જેમાં કુલ સાત વ્યકિતઓએ રાજુ બારોટને રૂ. 40 હજાર આપ્યા હતા. જોકે ત્યારબાદ તેણે અનેક વખત પુછવા છતાં મહિનામાં આવી જશે તેમ જણાવતો હતો. જેને પાંચ માસ વિતવા છતાં હજુ લોનના કોઇ ઠેકાણા હોવાથી તપાસ કરતાં તે હોસ્પિટલમાં નોકરી આવતો હોવાનું જણાયું હતું. જ્યારે તેના ઘરનું પણ કોઇ સરનામુ મળતાં આખરે છેતરપીંડીનો અહેસાસ થતાં તમામે ડીસા ઉત્તર પોલીસ મથકે લેખિત ફરીયાદ કરતાં પોલીસે હાલ જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

કોણ ઠગાયું

1.લાલાભાઇમહાદેવભાઇ બારોટ

2.મહીપાલસિંગ ચંદનસિંગ જાડેજા

3.હરદેવપુરી ગંગાપુરી બાવા

4.નવિનપુરી હમીરપુરી બાવા

5.અર્જુનભાઇ નરસિંહભાઇ જોષી

6.દેવેન્દ્રકુમાર બબાભાઇ બારોટ

7. પ્રેમાભાઇ ધર્માભાઇ બારોટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો