તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાંથી કિશોર ગુમ થતાં શોધખોળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાનારીજમેન્ટ વિસ્તારમાંથી 14 વર્ષનો કિશોર ગુમ થતાં પરિવારજનો ભારે ચિંતિત છે. કિશોરે ડ્રોઅરમાં ‘મને શોધશો નહી’ તેવી ચીઠ્ઠી લખેલી મળી આવી છે.

ડીસા રીજમેન્ટ ખાતે રહેતા ઇશ્વરભાઇ હરીભાઇ માજીરાણાનો મોટો દિકરો અભય (ઉ.વ.14) ડીસાની એસસીડબલ્યુ હાઇસ્કુલમાં ધોરણ 9 માં અભ્યાસ કરે છે. બધવારે તેઓ નોકરી પર ગયા હતા. ત્યારે તેમની પત્નીએ ફોન કરેલો કે અભય ઘરે નથી. ત્યારબાદ તેમણે આજુબાજુ-સગાસબંધીઓને ત્યાં તપાસ કરી તેમજ કચ્છ, નડીયાદ,રાધનપુર વગેરે જગ્યાએ પણ ફોન કરી તપાસ કરતાં તેની કોઇ ભાળ મળી નથી. જ્યારે ઘરના ડ્રોઅરમાંથી અભયે લખેલી નાની ચીઠ્ઠી મળી હતી. જેમાં ‘હુ મારી મરજીથી બહાર જાઉ છુ અને મને શોધશો નહી’ તેમ લખેલુ હતુ જેથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાઇ ગયા હતા. જે અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો