તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસા પાલિકામાં પુન: બદલીનો ગંજીપો ચીપાયો : 6 કર્મીઓની આંતરિક બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા પાલિકામાં પુન: બદલીનો ગંજીપો ચીપાયો : 6 કર્મીઓની આંતરિક બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાનગરપાલિકામાં છેલ્લા એક મહિનામાં સતત ત્રીજી વાર કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જ્યારે વહીવટી સરળતા ખાતર કર્મચારીઓની બદલીઓ કરી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.તો બીજી બાજુ પાલિકાના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ડીસા નગરપાલિકામાં છેલ્લા એક મહિનામાં સતત ત્રીજી વાર કર્મચારીઓની આંતરિક બદલીઓ કરાતા મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે. અને વારંવાર નગરપાલિકા દ્વારા કેમ બદલીઓ કરવામાં આવે છે તે અંગે લોકોને પણ સમજાતું નથી. જેમાં અગાઉ સાત કર્મચારીઓ અને બે દિવસ અગાઉ એક સાથે 20કર્મચારીઓની બદલીઓ કરાયા બાદ આજે પુન: 6 કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

અંગે નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે સામાન્ય બદલીઓ છે અને વહીવટી સરળતા ખાતર 6 કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે. તેમ કહી વધુ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.

કર્મચારી કયાંથી ક્યાં

અશ્વિનએ.ઠક્કર ડીસ્પેચ શાખા ઘરવેરા શાખા

રમેશ જે મોદી વ્યવસાય વેરા શાખા રેકર્ડ, બગીચા શાખા

સુભાષ આર.ઘૈરાવ ઘરવેરા શાખા વહીવટી શાખા

વિનોદ એલ.પરમાર પાણીપુરવઠા શાખા ઘરવેરા શાખા

કનૈયાલાલ જી.ઘૈરાવ વહીવટી શાખા ઇએસટી શાખા

સંજય એન.મોદી ઘરવેરા શાખા નાગરીક અધિકારીપત્ર કાઉન્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો