તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના શમશેરપુરામાં દલિત પરિવાર ઉપર હુમલો કરનાર આઠ શખસો જેલ ભેગા કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના શમશેરપુરામાં દલિત પરિવાર ઉપર હુમલો કરનાર આઠ શખસો જેલ ભેગા કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાશમશેરપુરામાં દલિત પરિવાર ઉપર હુમલો કરનાર આઠ શખસોને પોલીસે જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકાના શમશેર પુરા ગામમાં રહેતા અશોકભાઈ વેલાભાઈ પરમારને ગામમાં રહેતા મુકેશભાઈ નટવરજી ઠાકોર સાથે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી બાદમાં અદાવત રાખી મુકેશ નટવરજી ઠાકોરે અન્ય સાત શખસો સાથે મળી અશોકભાઈ વેલાભાઈ પરમારના ઘરે તિક્ષણ હથિયારો સાથે હુમલો કર્યો હતો.જેમાં અશોકભાઈ સહિત તેમના પરિવાર પર ધોકા અને ધારીયા વડે હુમલો કરી પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોર શખસો નાસી ગયા હતા.જયારે ઇજાગ્રસ્તોને તેમના સગાસબંધીઓએ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે અંગે અશોકભાઈ વેલાભાઈ પરમારે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે 8 શખસો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને ડીસા રજુ કરતા તમામના જામીન નામંજુર થયા હતા જેથી પોલીસે તમામ આરોપીઓને સબજેલ ખાતે મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો