તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • સ્કુલ ગેમ્સમાં ડીસાના ઝેરડાના શિક્ષકની પુત્રી વિશ્વ ચેમ્પિયન, ગોલ્ડ મેડલ જીત્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કુલ ગેમ્સમાં ડીસાના ઝેરડાના શિક્ષકની પુત્રી વિશ્વ ચેમ્પિયન, ગોલ્ડ મેડલ જીત્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજિલ્લાના ખંડોસણની વતની વૈદેહી ચૌધરીએ તુર્કીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ગેમ્સ-2016માં બહેનોના લોન ટેનિસ વ્યક્તિગત વિભાગમાં વિશ્વ ચેમ્પિયન બની ગોલ્ડમેડલ મેળવી મહેસાણાને ગૌરવ અપાવ્યું છે. ઉપરાંત વૈદેહી તથા તેની પિતરાઈ બહેન ઋત્વીએ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે.

વિસનગર તાલુકાના ખંડોસણના વતની અને ડીસાના ઝેરડા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ માનસિંહભાઈ ચૌધરીની પુત્રી વૈદેહી તથા ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા તેમના મોટાભાઈ રમેશભાઈની પુત્રી ઋત્વી ગાંધીનગરની આર.જી.કન્યા વિદ્યાલયમાં ધો.11માં અભ્યાસ કરે છે. સ્કૂલ ગેમ્સમાં ગુજરાતને નેશનલ ચેમ્પિયન બનાવનાર બહેનોની 12થી 18 જુલાઈ દરમિયાન તુર્કીના ટ્રેબઝોન શહેરમાં યોજાયેલી ઈન્ટરનેશન સ્કૂલ ગેમ્સમાં ઈન્ડિયાની ટીમમાં પસંદગી થઈ હતી. ગેમ્સમાં લોન ટેનિસની બહેનોની વ્યક્તિગત ઈવેન્ટમાં શનિવારે ફાઈનલ મેચમાં વૈદેહીએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી યજમાન દેશ તુર્કીની ઓઝ આઈપેકને 6-3, 6-2થી હરાવી શાનદાર વિજય સાથે ગોલ્ડમેડલ મેળવ્યો હતો. જ્યારે વૈદેહી તથા ઋત્વીની ટીમે લોન ટેનિસની બહેનોની ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉલ્લેખનિય છે કે, બંને બહેનો અમદાવાદની ઓલ ઈન્ડિયા સ્પોર્ટ્સ એકેડેમી (એઆઈએસએ)માં ટેનિસની તાલીમ મેળવે છે.વૈદેહીના પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે, તુર્કીમાં ટ્રેઝબોનથી 400 કિમી દૂર તોફાનો થયા હતા, રાજકીય અજંપાભરી સ્થિતિના કારણે શનિવારે ફાઈનલ મેચ અટકાવી દેવાઈ હતી. પરંતુ પાંચેક કલાક બાદ છેવટે મેચ શરૂ થઈ હતી. હાલમાં તેઓ અન્ય ખેલાડીઓ સાથે સલામત છે અને રવિવારે તેઓ ભારત આવવા રવાના થવાના છે.

વૈદેહીની સિદ્ધિઓ

-16 વર્ષથી નીચેની કેટેગરીમાં લોન ટેનિસ પ્લેયર તરીકે ભારતમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે, - અત્યાર સુધી વૈદેહીએ 35થી વધુ નેશનલ ટાઈટલ મેળવ્યા છે, - સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી શક્તિદૂત પ્લેયર તરીકે સ્કોલરશિપ મેળવે છે, - બંને બહેનો ખેલ મહાકુંભમાં છેલ્લા બે વર્ષથી ગોલ્ડમેડલ મેળવ્યો છે

- ગત વર્ષે રાજ્ય સરકારે બંને બહેનોને સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો