તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં બિલ વિનાના ફટાકડા ભરેલા ટેમ્પાને ઝડપી લેવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાનાફુવારા સર્કલ પરથી મોડી રાત્રે પોલીસે શંકાસ્પદ ટેમ્પો અટકાવી તપાસ કરતાં અંદરથી બિલ વગરનો ફટકાડાનો જથ્થો મળી આવતાં જપ્ત કરી માલ ક્યાંથી આવ્યો અને ક્યાં લઇ જવાતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.

ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ ડી.ડી.ગોહિલની સૂચનાથી સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મધરાત્રે ફુવારા સર્કલ પાસેથી પસાર થતા ટાટા એસ ટેમ્પાને શંકાના આધારે ઉભો રાખી તપાસ કરતાં અંદર ખાખી કલરના પુઠાના બોક્સ હતા. બાબતે ટેમ્પો ચાલકને પુછતાં તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો હતો. જેથી પોલીસે તપાસ કરતાં અંદર જુદાજુદા પ્રકારના ફટાકડા ભરેલા હતા. જેનુ બિલ માંગતા ચાલક બિલ પણ આપી શક્યો હતો. જેથી પોલીસે 32 બોક્સ ફટાકડા અંદાજે કિંમત રૂ. 25 હજાર તેમજ ટેમ્પોની કિંમત રૂ.2,50,000મળી કુલ રૂ. 2.75 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાંથી બિલ વગરના ફટાકડાનો જથ્થો ઝડપ્યો હતો.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો