તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોતમલા દૂધમંડળીમાં કરંટ લાગતા સફાઇ કર્મીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીથી સફાઇ કરી રહ્યા હતા તે સમયે શોર્ટસર્કિટથી ઘટના ઘટી

ડીસા તાલુકાના સોતમલા દૂધ મંડળીમાં ગુરુવારે વહેલી સવારે સફાઇ કામદારને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવી પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.યુવાનના મોતને લઈ પરિવારમાં માતમ છવાયો હતો.

અંગેની વિગત મુજબ ડીસા તાલુકાના સોતમલા ગામમાં રહેતાં જયંતીભાઇ ધરમસિંહ મકવાણા (ઉં. વ. 35) સોતમલા દૂધ મંડળીમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા હતાં. ત્યારે ગુરૂવારે સવારે તેઓ રાબેતા મુજબ દૂધ મંડળીમાં સફાઇ કામ કારી રહ્યાં હતાં તે દરમિયાન અચાનક શોર્ટસર્કિટથી વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાઈ ગયા હતા.આથી લોકો એકઠા થઈ ગયા હતા.જોકે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવી ભીલડી પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સોતમલા દૂધ મંડળીમાં વીજ કરંટ લાગતા ચાર સંતાનોના પિતાનું અકાળે મૃત્યુ થતાં તેમનાં પરિવારજનો અને સહકર્મીઓમાં પણ માતમ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...