• Gujarati News
  • નવજાત બાળકીની હત્યા કરનાર જનેતા જેલમાં ધકેલાઇ

નવજાત બાળકીની હત્યા કરનાર જનેતા જેલમાં ધકેલાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : સરકારદ્વારા ભલે ‘બેટી બચાવો - બેટી વધાવો’ અને ‘સ્ત્રી ભૃણ હત્યા અટકાવો’ ની ઝૂંબેશ જોરશોરથી ચાલતી હોય પરંતુ અનેક પરિવારો આજે પણ ‘દિકરી તો સાપનો ભારો’ એમ માનીને બાળકીનો જન્મ ઇચ્છતા નથી. આવા કિસ્સામાં ડીસા ખાતે ત્રીજી બાળકી જન્મતાં તેની જનેતાએ હોસ્પિટલમાં ગળું દાબી હત્યા કરી નાખી હતી.

સમગ્ર જિલ્લાભરમાં ચકચારી બનેલા બનાવની વિગત એવી છે કે, ‘ડીસાના નવાવાસ ખાતે રહેતા દિનેશભાઇ પ્રજાપતિ (મૂળ રહે. ઉત્તર પ્રદેશ) ની પત્ની રાનીબેનને ત્રીજી પ્રસુતિ હોઇ ગત ઓગષ્ટ માસમાં ડીસાની ભણશાળી હોસ્પિટલમાં સીઝેરીયન ઓપરેશન દ્વારા પ્રસુતિ કરાવાઇ હતી. બીજા દિવસે સવારે નર્સ નવજાત બાળકીને તપાસવા જતા તે મૃત્યુ પામેલી જણાઇ હતી. જેથી ફરજ પરના તબીબે જોતા બાળકીનું મોત ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું ..અનુસંધાન8 પર

નવજાત બાળકીની

પ્રાથમિકદ્રષ્ટિએ જણાતાં તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે ડીસા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની પેનલ ટીમ દ્વારા પીએમ કરાવ્યું હતું. જેથી પીએમ રીપોર્ટમાં બાળકીનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું ખૂલ્યું હતું. આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ કરતાં બાળકીની હત્યા તેની જનેતા રાનીબેનેજ બે બાળકી હોવાના કારણે કરી હોવાનું જણાતાં પોલીસે તેમના પતિની ફરિયાદના આધારે હત્યાનો ગૂનો નોંધ્યો હતો. જ્યારે ગુરુવારે પોલીસે રાનીબેનની ધરપકડ કરી જેલ હવાલે કરી હતી.