• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના ગેનાજી ગોળીયાની યુવતીને ભગાડી જઇ શખસે દુષ્કૃત્ય આચર્યું

ડીસાના ગેનાજી ગોળીયાની યુવતીને ભગાડી જઇ શખસે દુષ્કૃત્ય આચર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાગેનાજી ગોળીયા ગામની યુવતીને અજાપુરાનો યુવક લગ્નની લાલચ આપી કેફી પદાર્થ સુંઘાડી ભગાડી લઇ જઇ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરતાં બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ગેનાજી ગોળીયા ગામની 21 વર્ષિય યુવતી અજાપુરા ગામના સુરેશ ગણેશાજી પઢિયાર (માળી) તેને મેળવવા યેનકેન પ્રયાસો કર્યા હતા. જેમાં માસ અગાઉ એક દિવસ યુવતીને તેના ગામથી જીપ ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી કેફી પદાર્થ સુંઘાડી બેહોશ કરી ઉઠાવી ગયો હતો. જ્યારે તેણીને અલગ-અલગ જગ્યાએ રાખી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જેમાં થોડા દિવસ અગાઉ તેણીને પેટમાં દુ:ખાવો ઉપડતાં તેણી ભીનમાલથી ડીસા આવી પહોંચી હતી. તેણીએ સુરેશ ગણેશાજી પઢિયાર તેમજ સુરેશ પ્રહલાદજી પઢિયાર, પ્રહલાદજી રણછોડજી પઢિયાર, ખેતાજી જુવારજી પઢિયાર, સવાજી રણછોડજી પઢિયાર (રહે. તમામ અજાપુરા-ડીસા) સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...