ફાઇનાન્સરનો કારમાં લમણે ગોળી મારી આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આત્મહત્યા પાછળ કોઇ મોટો નાણાકીય વહિવટ જવાબદાર હોવાની લોકચર્ચા

અંબિકા ચોક પાસે મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં બની રહેલી નવી ઓફિસ જોવા આવ્યા બાદ ફાઈનાન્સરે મિત્રને ડ્રાઈવરને બોલાવવા મોકલી ઇનોવાની પાછળની સીટમાં બેઠાબેઠા રિવોલ્વરથી ફાયરિંગ કર્યું

રહસ્યમય ઘટના | ડીસાના ફાઈનાન્સર જયદીપ પઢિયારની આત્મહત્યાને લઈ શહેરમાં તર્કવિતર્ક

ડીસાનાફાઇનાન્સર જયદીપ પઢિયારે શનિવારે બપોરે કારમાં રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કરી લતાં ખળભળાટ મચી ગયો છે. ફાયનાન્સરના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

ડીસામાં મન.પ્રભા નામે ફાઇનાન્સ ચલાવતા જયદીપભાઇ મનહરલાલ પઢિયાર (રહે. શ્યામ બંગ્લોઝ) શનિવારે અંબિકા ચોક નજીક મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં બની રહેલી પોતાની નવિન ઓફિસ જોવા આવ્યા બાદ પોતાની ઇનોવા કાર (જીજે 8-એઇ 9500)માં જઇને પાછળની સીટ પર બેઠા હતા. તેમની સાથે તેમનો મિત્ર ભરત દેસાઇ હતો. તેમણે મિત્ર પાસે બીડી માગી ડ્રાઇવરને બોલાવવા જણાવતાં મિત્ર ડ્રાઇવરને બોલાવવા નીચે ઉતરતાં તુરંત તેમણે પોતાની ખાનગી રિવોલ્વરથી લમણે બે ફાયરિંગ કરી દીધા હતા.

ધડાકાના અવાજથી મિત્રએ જોતાં તુરંત ડ્રાઇવરને બોલાવી ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, ત્યાં સુધી પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જેથી તેમને ડીસા સિવિલ લવાયા હતા. જ્યાં લોકોના ટોળાં ઉમટ્યા હતં. ફાઇનાન્સરના મોતની ઘટના જિલ્લાભરમાં ચર્ચાસ્પદ બની હતી. તેમની માતા, પત્ની અને બાળકોએ તેમની છત્રછાયા ગુમાવી હતી.

પોલીસે સીસીટીવી કેમેરાની ચકાસણી કરી

પોલીસવડાનિરજ બડગુજરે ડીસા ડીવાયએસપી આર.સી. દવે અને પીઆઇ યુ.બી. ધાખડા સાથે કોમ્પલેક્ષ નીચે જ્વેલર્સના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.

ફાયનાન્સરે શનિવારે બપોરે ઇનોવા કારમાં લાયસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરતાં ચકચાર મચી હતી. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...