તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શમશેરપુરામાં અંગત અદાવતમાં ટોળાનો હુમલો, 5ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | તાલુકાનાશમશેર પુરા ગામમાં રહેતા અશોકભાઈ પરમારને ગામમાં રહેતા મુકેશભાઈ ઠાકોર સાથે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી બાદમાં સમાધાન થતા મામલો થાળે પડી ગયો હતો પરંતુ તે બોલાચાલી ની અદાવત રાખી મુકેશ નટવરજી ઠાકોરે સાત શકસો સાથે મળી અશોકભાઈ વેલાભાઈ પરમાર ના ઘરે તિક્ષણ હથિયારો સાથે હુમલો કર્યો હતો જેમાં અશોકભાઈ સહીત લવજીભાઈ કસાભાઇ પરમાર, દસરથ હરજીભાઈ પરમાર,હરજી કસાભાઇ પરમાર અને ગંગાબેન પરમાર પર ધોકા અને ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોર શકસો નાસી ગયા હતા.

જયારે ઇજાગ્રસ્તોને તેમના સગાસબંધીઓએ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જે અંગે અશોકભાઈ વેલાભાઈ પરમારે પોલીસ ને જાણ કરતા તાલુકા પોલીસે 8 શખસો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો