Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થરાદમાં માંસ ભરેલી રીક્ષા સાથે ડીસા ગવાડીનો શખ્સ ઝડપાયો
થરાદમાંજીવદયાપ્રેમીઓએ ખાનગી બાતમીના આધારે ડીસાથી થરાદ આવી રહેલા ડીસાના શખ્સને પાંચ કટ્ટાં માં માંસના જથ્થા સાથે ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો.પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી માંસની ચકાસણી માટે એફ એસ એલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.આ બનાવથી જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
ભગવા સ્વયં સેવક સંઘ અને જીવદયા ગૌરક્ષાના જીવદયાપ્રેમીઓ પ્રકાશભાઇ કાળીદાસ ત્રિવેદી, સુરેશભાઇ પીરાભાઇ રાજપુત, સાગરભાઇ વ્યાસ, હીરાભાઇ ભુદરાજી દરજી, જયેશભાઇ હરસેંગભાઇ, બન્ટી ત્રિવેદી, એસ.એમ. રાજપુત સહિતના જીવદયાપ્રેમીઓએ બાતમીના આધારે સોમવારે સવારે ડીસા તરફથી આવતી રિક્ષા નં. જીજે-08-વી-9247 પેટ્રોલપંપ પાસે અટકાવી હતી. જેમાં તપાસ કરતાં માંસનાં પાંચ કટ્ટા ભરેલા હોવાના જણાઇ આવ્યાં હતાં. આથી જીવદયાપ્રેમીઓએ શખ્સને રિક્ષા સાથે થરાદ પોલીસ મથકમાં લાવી માંસ કયા પ્રકારનું તથા ક્યાંથી વેચવા લાવેલું તેની તપાસની ફરિયાદ કરી હતી. પોલીસે રિક્ષા ચાલકનું નામઠામ પુછતાં યુસુફભાઇ બશીરભાઇ કુરેશી રહે.ડીસા,રાજપુર ગવાડીનો હોવાનું અને થરાદના ભાઇજી નામના શખ્સને ત્યાં જથ્થો ઉતારવા આવતો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી માંસનો જથ્થો કબજે લઇ તેને ચકાસણી માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.આ માંસનો જથ્થો ડીસાથી લવાતો હોવાનું જણાવ્યું હતું.
થરાદમાં જીવદયા પ્રેમીઓએ માંસ ભરેલી રિક્ષા સાથે ડીસાના શખસને ઝડપી પોલીસને સોંપ્યો હતો.તસવીર-વિષ્ણુ દવે