તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ નજીક કતલખાને લઇ જવાતા 14 પશુ બચાવી લેવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લાને અડીને આવેલી રાજસ્થાન સરહદે અમીરગઢ નજીક રવિવારે રાત્રે ટ્રકમાં ભરીને પશુઓને કતલખાને લઇ જવામાં આવી રહ્યા હતા. અંગેની જાણ થતાં અમીરગઢ પોલીસે વોચ ગોઠવી ટ્રક ઝડપી લીધી હતી. અને 14 પશુઓને બચાવી લીધા હતા. અંગે ટ્રક ચાલક પાટણના શખશની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાંથી મોટાપાયે પશુધન કતલખાને ધકેલવામાં આવી રહ્યું છે. જીવદયા પ્રેમીઓ દ્વારા અવાર-નવાર પશુ ભરેલી ટ્રકો ઝડપવામાં આવી રહી છે. જેમાં રાજસ્થાનથી પશુઓ ભરીને કતલખાને લઇ જવાતા પશુઓને રવિવારે રાત્રે પોલીસે બચાવી લીધા હતા. અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમીરગઢ પોલીસને બાતમી મળી હતી કે, ‘રાજસ્થાનમાંથી પશુઓ ભરીને કતલખાને ટ્રક જઈ રહી છે. જેથી પોલીસે અમીરગઢ નજીક વોચ ગોઠવી હતી.

જ્યાં આઇસર ટ્રક નં. જીજે-24-વી-5272 આવી પહોંચતાં તેને રોકાવી તલાસી લેતાં ટ્રકની પાછળ ઘાસચારો-પાણીની વ્યવસ્થા કર્યા વિના ખીચોખીચ ભરેલા 14 પશુઓ (ભેંસો) મળી આવી હતી.

અંગે ટ્રકચાલક પાટણના મહેબુનવાબખાન બલોચ પાસે પાસ પરમીટ માંગતા મળ્યા નહતા. આથી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનિય છે કે જિલ્લાના માર્ગો પરથી પશુને કતલખાને ધકેલવામાં આવે છે ત્યારે પોલીસ પણ સઘન કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓની માંગ છે.

અમીરગઢ નજીકથી પોલીસે ટ્રકમાં કતલખાને લઇ જવાતા 14 પશુઓને બચાવી લઇ એક શખસની અટકાયત કરી હતી. તસવીર-ભવરમીણા

ડીસા પાંજરાપોળમાં પશુને મોકલાયા

અમીરગઢપોલીસે રાજસ્થાન સરહદેથી ઝડપાયેલા 14 પશુઓને કતલખાતેથી બચાવ લીધા હતા. અને ડીસા પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો