તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસાની ફેકટરીમાં અમુલ અને સાગર ઘી ની બ્રાન્ડની બનાવટ થતી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાની ફેકટરીમાં અમુલ અને સાગર ઘી ની બ્રાન્ડની બનાવટ થતી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસામાંથીપોલીસે ઝડપેલી બનાવટી ઘી ની ફેકટરીમાંથી અમુલ અને સાગર જેવી બ્રાન્ડના ઘી ના નામે ઓરીજનલ જેવા ડુપ્લીકેટ પેકીંગમાં લેબલ લગાવી ભેળસેળયુક્ત ઘી નું વેચાણ કરી ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન સાથે ઠગાઇ કરાઇ હોવાનું બહાર આવતાં પોલીસે બનાસડેરીના ડેપ્યુટી મેનેજરની ફરિયાદના આધારે ફેક્ટરી માલિક સામે ગૂનો નોંધ્યો છે.

અંગેની વિગત એવી છે કે, ડીસાના લાટીબજારમાં શનિવારે મધરાતે ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ ડી.ડી. ગોહિલે શંકાસ્પદ ઘી ની ફેક્ટરી ઝડપી હતી. જેમાં અમુલ અને સાગર બ્રાન્ડનું પેકીંગ મટીરીયલ મળી આવતાં પોલીસે બનાસડેરી, દૂધ સાગર ડેરી, મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના અધિકારીઓ, એફએસએલ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. જેથી બનાસડેરીના ડેપ્યુટી મેનેજર જનકભાઇ દેસાઇ, ક્વોલિટી એક્સપર્ટ જશુભાઇ દેસાઇ, દૂધ સાગર ડેરીના આસી. ક્વોલિટી એક્સપર્ટ પ્રહલાદભાઇ પટેલ, માઇક્રોબાયોલોજિસ્ટ નેહલ ગાંધી, ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન આણંદના અધિકારી વિજેન્દ્રકુમાર વનેદે ડીસા દોડી આવી ફેક્ટરીમાં તપાસ કરતાં અંદરથી બનાવટી ઘી અમુલ અને સાગર બ્રાન્ડના રેગ્યુલર પેકીંગ જેવું ભળતા પ્રકારનું પેકીંગ 500 મી.લી., 1 લીટરના ટીન-પાઉચમાં કરી ડુપ્લીકેટીંગ કરાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં 1 લીટર અને 500 મીલીના ટીન-પાઉચ 1305 કિંમત રૂ. 1,71,812 તેમજ 15 લીટરના 33 ટીન કિંમત રૂ.23,935 ના ડુપ્લીકેટ છાપવાળા ઘી ના ભરેલા મળી આવ્યા હતા. આમ અમુલ અને સાગર જેવી સહકારી ક્ષેત્રની શુદ્ધ ગુણવત્તા ધરાવતી અનુસંધાનપાના-8બ્રાન્ડનાનામે ડુપ્લીકેટીંગ કરી બનાવટી ઘીનું વેચાણ કરવાની પ્રવૃત્તિ કરી ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન સાથે ઠગાઇ કરવામાં આવતી હતી.

જેથી બનાસડેરીના ડેપ્યુટી મેનેજર જનકભાઇ દેસાઇની ફરિયાદના આધારે ડીસા દક્ષિણ પોલીસે ફેક્ટરીના માલિક રમણીકભાઇ મણીલાલ રહેવીસી (મોદી) (રહે. વાડીરોડ, ડીસા) સામે ધી ગુજરાત ટ્રેડમાર્ક એક્ટ 1969ની કલમ 103, 144, કોપીરાઇટ એક્ટની કલમ 63, 65, 69 અને ઇપીકો 420, 485 અનુસંધાને ગૂનો નોંધી વધુ તપાસ પીઆઇ ડી.ડી. ગોહિલ ચલાવી રહ્યા છે.

ઘી માં પ્રથમ વખત ફરિયાદ

અત્યાર સુધી ડીસામાં બનાવટી ઘી ઝડપાય તો પૂજન (પૂજા) માટેનું છે તેમ કહી વેપારીઓ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને માત્ર સેમ્પલ આપતા હતા અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસમાં જાણવા જોગ નોંધ કરાવી સેમ્પલનું એફએસએલ પરિક્ષણ કરવા મોકલી જો ભેળસેળ જણાય તો ગૂનો નોંધે તેવી પ્રણાલી હતી. આમ અત્યાર સુધી જાણ‌વા જોગ કરાતી હતી તેની જગ્યાએ પ્રથમ વખત ફરિયાદ નોંધાઇ છે.

પૂજાના ઉપયોગના નામે ડુપ્લીકેટીંગ

ડીસામાંઅનેક વખત બનાવટી ચીજ વસ્તુઓ, ખાદ્યપદાર્થો ઝડપાય છે. જો કે, ઘી ની બનાવટમાં વેપારીઓ ‘ફોર પૂજન પપર્ઝ’ એટલે કે ફક્ત પૂજાના ઉપયોગમાં વાપરવું તેવું લેબલની સાથે છપાવી ઘી અખાદ્ય (નોન એડિબલ) છે તેમ ખપાવી બનાવટી ઘી પૂજનના નામે વેચી સરકાર અને ફુડ વિભાગની આંખોમાં ધૂળ નાંખી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો