તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શમશેરપુરામાં અંગત અદાવતમાં ટોળાએ હુમલો કરતા પાંચ ને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાતાલુકાના શમશેર પુરા ગામમાં બે દિવસ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ટોળાએ તિક્ષણ હથિયારો વડે દલિત પરિવાર પર હુમલો કરતા પાંચ વ્યક્તિઓને ગંભીરિજાઓ પહોંચી હતી.જેઓને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયારે હુમલો કરનાર 8 શકસો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટી મુજબ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

શમશેર પુરા ગામમાં રહેતા અશોકભાઈ વેલાભાઈ પરમારને ગામમાં રહેતા મુકેશભાઈ નટવરજી ઠાકોર સાથે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી બાદમાં સમાધાન થતા મામલો થાળે પડી ગયો હતો પરંતુ તે બોલાચાલી ની અદાવત રાખી મુકેશ નટવરજી ઠાકોરે સાત શકસો સાથે મળી અશોકભાઈ વેલાભાઈ પરમાર ના ઘરે તિક્ષણ હથિયારો સાથે હુમલો કર્યો હતો જેમાં અશોકભાઈ સહીત લવજીભાઈ કસાભાઇ પરમાર,દસરથ હરજીભાઈ પરમાર,હરજી કસાભાઇ પરમાર અને ગંગાબેન પરમાર પર ધોકા અને ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોર શકસો નાસી ગયા હતા જયારે ઇજાગ્રસ્તોને તેમના સગાસબંધીઓએ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જે અંગે અશોકભાઈ પરમારે પોલીસ ને જાણ કરતા પોલીસે 8 શખસો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો