Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસામાં મિલકત વેરાની વસૂલાત માટે પાલિકા દ્વારા 10 દુકાનો સીલ
ડીસાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાલિકામાં છેલ્લા આઠેક વર્ષથી મિલકતો ભરતાં સમર્થ કોમ્પલેક્ષની 10 દુકાનોએ એક હોલ પાલિકા દ્વારા સીલ કરવામાં આવતાં બાકીદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
ડીસાના ગાયત્રી મંદિર પાછળ આવેલ સમર્થ કોમ્પલેક્ષમાં અનેક દુકાનોનો વેરો આઠેક વર્ષથી ભરાયો હોઇ પાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં વેરો ભરતાં કુલ રૂ. 2.66 લાખની વસૂલાત માટે સોમવારે સીલીંગની કાર્યવાહી કરાઇ હતી.
ડીસા પાલિકાના ટેક્ષ સુપ્રિન્ટેન્ડેન્ટ ડી.આર. પરમાર તથા કિશોરભાઇ ચૌહાણ, આર.સી. સોલંકી, એમ.બી. પેન્ડાલ અને કે.કે. રાજપૂતની ટીમે સોમવારે સમર્થ કોમ્પલેક્ષની 10 દુકાનો અને એક હોલ સીલ કરી રૂ. 17 હજારની સ્થળ પર વસૂલાત કરી હતી.
ડીસા નગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત માટે કડક કામગીરી હાથ ધરાતા અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાયો જવા પામ્યો છે.
ડીસા પાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સોમવારે સમર્થ કોમપ્લેક્ષમાં 10 જેટલી દુકાનો સીલ કરાઇ હતી.તસવીર-ભાસ્કર