ડીસાના જલારામ કોમ્પ્લેક્સ આગળ પાણીનો થતો વેડફાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાની શરૂઆતના પ્રારંભ પૂર્વજ સરહદી પંથક ગણાતા બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળે છે ત્યારે વેપારી મથક ગણાતા ડીસા તાલુકા પંચાયતની સામે આવેલા જલારામ કોમ્પલેક્સ આગળ જ પાણીની પાઇપ લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો.

એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં પાણીના તળ ઉંડા જતા મહિલાઓને અનેક કિલોમીટર ચાલીને પાણી ભરવા જવું પડે છે તો તેની સામે તંત્રની આળસના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે હવે આળસ ખંખેરી તંત્ર દ્રારા આ પાઇપ લાઈન રીપેરીંગની કામગીરી હાથ ધરાય તેવી સ્થાનિક વેપારીની માંગ છે.ડીસા નગરપાલિકા દ્રારા તાજેતરમાં પાણીના બચાવ માટે ઘરે ઘરે મીટર લગાવવા પ્લાનિગ કરવામાં આવી રહ્યું છે .ત્યારે પાલિકાના પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર સુરેશભાઈ જાદવે જણાવ્યું હતું કે આ મામલે પાણી પુરવઠા વિભાગને તૂટેલી પાઇપ લાઈન રીપેર કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...