ભાસ્કર ન્યૂઝ. ડીસા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ડીસા

ડીસાનીએક હાઇસ્કૂલમાં શિક્ષકે તોફાન કરતાં બે છાત્રોને માર મારતાં તેમના વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. શિક્ષક લાફો મારતાં હોવાની ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

ડીસાની કે.બી. અગ્રવાલ હાઇસ્કૂલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ચિરાગ પરમાર અને બિરજ આચાર્યનો આક્ષેપ છે કે ગણીત-વિજ્ઞાનના શિક્ષક હર્ષદભાઇ બારોટે તેમને મારમાર્યો હતો. જેની ફરિયાદ તેમણે વાલીઓને કરતાં બુધવારે વાલીઓ શાળામાં દોડી આવી ઉહાપોહ મચાવ્યો હતો અને સીસીટીવી કેમેરા ચેક કરવાની માંગ કરી હતી. જેથી સંચાલકો દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરતાં શિક્ષક વિદ્યાર્થીઓને લાફો મારતાં જણાયા હતા.

જો કે સવારની પાલી પૂરી થઇ હોઇ શિક્ષક કે આચાર્ય હાજર હતા પરંતુ અન્ય શિક્ષકોએ વિદ્યાર્થીઓ તોફાન કરતાં શિક્ષકે લાફો માર્યો હતો તેમ જણાવ્યું હતું. અને નજીવી બાબતને મોટું સ્વરૂપ અપાઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

ડીસામાં શિક્ષકે છાત્રોને મારમારતાં હોવાની બાબત સીસીટીવીમાં કેદ થઇ હતી.જયારે બીજી તસ્વીર ભોગ બનનાર વિદ્યાર્થીઓની.ભાસ્કર

ડીસામાં શિક્ષકે બે વિદ્યાર્થીને તમાચો મારતાં વાલીઓએ હોબાળો મચાવ્યો

આવેશ| શિક્ષકે લાફો માર્યાની ઘટના કેમેરામાં કેદ થઈ