• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • પાટણમાં બીસીએ કરતી યુવતી સાથે મૈત્રી કરાર કરી શખ્સે બળાત્કાર ગુજાર્યો

પાટણમાં બીસીએ કરતી યુવતી સાથે મૈત્રી કરાર કરી શખ્સે બળાત્કાર ગુજાર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરની એક કોલેજમાં બી.સી.એનો અભ્યાસ કરતી એક યુવતીને વધાસરના એક યુવાન સાથે ધોરણ12ની પરીક્ષા દરમ્યાન પરીચય પછી બંને વચ્ચે મૈત્રી થઈ હતી. અને ત્યાર પછી બોયફ્રેન્ડે પાટણ બહાર અલગ અલગ જગ્યાએ યુવતીને લઇ જઇને તેણીની મરજી વિરુદ્ધ વધાસરના શખ્સે બળાત્કાર આચર્યાની ફરિયાદ યુવતીએ પાટણ પોલીસ મથકે નોંધાવી હતી.

23 વર્ષીય યુવતીએ કોલેજમાં પ્રોજેક્ટ પરીક્ષા બાદ મળવાનું કહેતાં યુવાન 10 એપ્રીલે પાટણ આવતાં તેણીએ કહેલ કે ચાલ આપણે લગ્ન કરી લઇએ. જેમાં વધાસરના શખ્સે કહેલકે હાલ મારી ઉમર નાની છે પછીથીકરીશુ, હાલ આપણે મિત્ર તરીકે રહીશુ. બાદમાં બંન્ને રીક્ષામાં ડીસા ગયા અને ત્યારપછી સિધ્ધપુર નદીમાં રાત ગુજારો કરી બીજા દિવસે બસમાં અમદાવાદ, વડોદરા થઇને ખાંધા ગામે સુરેશના મામાની સાસરીમાં એક માજી અને વયસ્ક કાકાના ઘરે ગયા હતા. જ્યાં સુરેશે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાની ઓળખ આપી બંને રહ્યા હતા. જ્યાંએક દિવસ રાત્રે કાકા કાકી ઘરની બહાર ખાટલામાં સૂતા હતા ત્યારે ઘરમાં યુવતીને શખ્સે કહેલ કે પહેલા તે દારૂ જુગારનો ધંધો કરતો હતો. જેથી તેણીની ગુસ્સે થઇ હતી. બાદમાં શખ્સે ઉશ્કેરાઇ જઇ મારી નાંખવાની ધમકી આપી તેણીની સાથે મરજી વિરુધ્ધ ત્રણવાર હવસખોરે શરીર સુખ માણ્યુ હતું.

બાદમાં શખ્સ તેણીને લઇ ખાંવા ગામ નજીક પુરશા ગામે તેના મામાના સાળાના ઘરે ગયો ત્યાં પણ લગ્ન કરીને આવ્યાનું જણાવી રહ્યા હતા. જ્યાં સુરેશ દિવસે મજૂરીકામે જતો અને રાત્રે યુવતી સાથે ત્રણવાર બળાત્કાર કર્યો હતો.યુવતી ગભરાયેલી અને શરમમાં કોઇને કઇ શકતી નહી. બાદમાં પુરશાથી બંન્ને નિકળી ઝુઝવાવ થઇને ટેટા ગામે એક ઓરડી ભાડે રાખી રહ્યા હતા. યુવતીને તા.26મી સવારે સુરશે પાકીટ ઘરે ભૂલી જતા તક મળી અને રૂા.1500 લઇને સુરત, અમદાવાદ, ડીસા થઇને પાટણ આવી બાદમાં ઘરે આવીને અંગે તેણીએ સરસ્વતિ તાલુકાના વધાસરના સુરેશકુમાર ભોગીલાલ મોદી સામે પાટણ ડિવિઝન પોલીસ મથેક ફરીયાદ નોંધાવતા તપાસ ડીવાયએસપી અર્પિતાબેન પટેલ કરી રહ્યા છે.



અન્ય સમાચારો પણ છે...