• Gujarati News
  • ડીસા થરાદહાઇવે પર ગુરુવારે વહેલી પરોઢે જોરાપુરા પાટીયા પાસે રોડ

ડીસા-થરાદહાઇવે પર ગુરુવારે વહેલી પરોઢે જોરાપુરા પાટીયા પાસે રોડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા-થરાદહાઇવે પર ગુરુવારે વહેલી પરોઢે જોરાપુરા પાટીયા પાસે રોડ સાઇડે ઉભેલી આઇશર ટ્રકને બાઇક અથડાતાં કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતાં બે પરપ્રાંતિય શ્રમિકને અકસ્માત નડતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી.

ડીસા-થરાદ હાઇવે પર ગુરુવારે વહેલી પરોઢે ભીલડી રોડ પર આવેલ પવન કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતાં બે પરપ્રાંતિય શ્રમિકો બાઇક નંબર જીજે-8-એબી-7717 લઇને કામ અર્થે જતા હતા. દરમિયાન જોરાપુરા પાટીયા પાસે કોઇ આઇશર ટ્રક રોડ સાઇડે બંધ હાલતમાં ઉભેલી હતી. જે ટ્રકની પાર્કિંગ અનુસંધાનપાના નં-8...

શ્રમિકનું મોત

લાઇટચાલુ હોવાથી બાઇક સવાર બંને જણાને ટ્રક દેખાતાં બાઇક ધડાકાભેર અથડાયું હતું. જેમાં બાઇકની પાછળ બેઠેલ સતિષકુમાર સાધુરામ યાદવ (મૂળ રહે. બિહાર) તેમજ બાઇક સવાર કારીકુમાર ફુલકુમાર યાદવ (બિહાર) ને ગંભીર ઇજા થતાં બંનેને સારવાર અર્થે ડીસા લવાયા હતા. જેમાં સતીષ યાદવને ગંભીર ઇજા હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે કારીકુમારને ગંભીર ઇજાના કારણે સારવાર અર્થે દાખલ કરાયો હતો. બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકને બાઇક અથડાતાં શ્રમિકનું મોત

ડીસા થરાદ હાઇવે પરવહેલી પરોઢે બનેલી ઘટના