• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • વીજકંપની દ્વારા જૂની ચલણી નોટો બદલવાના ફરતા મેસેજથી દોડધામ

વીજકંપની દ્વારા જૂની ચલણી નોટો બદલવાના ફરતા મેસેજથી દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ રૂ. 500 અને 1000નાં દરની જૂની નોટો ચલણમાંથી સંપુર્ણ નાબૂદ થઇ ગઇ હોવાં છતા સોશિયલ મીડિયા રુ 500 અને 1000 નાં દરની જૂની નોટો 29 અને 30 નાં રોજ વીજ કંપની દ્વારા બદલી આપવામાં આવશે તેવા મેસેજ ફરતા થતા લોકોમાં ઉત્સુકતા જોવા મળતાં વીજ કંપની દ્વારા મેસેજ ખોટા હોવાનું અને ગેરમાર્ગેના દોરાવા જણાવ્યું છે.

છેલ્લા બે દિવસ થી સોશિયલ મીડિયામાં જૂની 500 અને 1000 ની ચલણી નોટો 29 અને 30 માર્ચ 2017 નાં રોજ તમારા શહેરની વિદ્યુતબોર્ડની ઓફીસમાં બદલવામાં આવશે અને કોઈ પણ સવાલ જવાબ વગર નોટો બદલાશે. પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ઝડપથી વાઇરલ થતા મેસેજમાં કોઇ ગરીબને કે કોઈ પાસે જૂની નોટો રહી ગઇ હોય તેવા લોકોને લાભ મળે તે હેતુથી ફોરવર્ડ કરવા જણાવાયું છે. જેના કારણે લોકોમાં શું ખરેખર નોટ બદલાશે કે કેમ તેવી ઉત્સુકતા જાગી છે. અને લોકો એકબીજાને પુછપરછ કરી રહ્યાં છે. જોકે મેસેજ કોઇ ટીખળખોર દ્વારા ગેરમાર્ગે દોરવાના હેતુથી વાઇરલ કરવામાં આવ્યાં છે.

અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીના ડીસા વિભાગના એચ.વી. બાબેરવાલે જણાવ્યું હતુ કે 500 અને 1000નાં દરની ચલણી નોટો બહાર થઈ ગઇ છે. અને તે સ્વીકારવાનો કોઈ પણ પરિપત્ર વીજ કંપની કે કોઈ પણ વિભાગ દ્વારા કરાયો નથી. કોઇએ ગેરમાર્ગે દોરવા મેસેજ વાઈરલ કરાયો હોવાથી લોકોએ ગેરમાર્ગે દોરાવું નહીં અને આગળ ફોરવર્ડ પણ કરવો નહીં.

અફવા ફેલાવવા વીજકંપની દ્વારા અપીલ કરાઈ

અન્ય સમાચારો પણ છે...