ગુલાબપુરાના 3, દેલિયાના 1ને હેલીકોપ્ટરથી એરલીફટ કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર પંથકમાં એરફોર્સની બચાવ કામગીરી, 5-5 દિવસથી ફસાયેલા 2 આધેડ અને 1 યુવાનને બચાવાયા

રાધનપુરતાલુકાના ગુલાબપુરા ગામે સીમમાં અાવેલા ત્રણ જણા પૂર આવ્યું ત્યારથી ખેતરમાં ફસાયા હતા. જેમને શુક્રવારે હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા હતા. દેલાણા ગામના સરપંચ રામાભાઇ આહિરના માર્ગદર્શન હેઠળ હેલિકોપ્ટર ગુલાબપુરા ગામની સીમમાં આવેલા ખેતરે ગયુ હતું અને અરજણભાઇ દેવાભાઇ ઠાકોર, કાંતિભાઇ રણછોડભાઇ ઠાકોર અને જલાભાઇ દેસરભાઇ ઠાકોરને હેલીકોપ્ટરમાં ખેંચી લઇને બે જણાને થરા ખાતે ઉતરાણ કરીને 108 બોલાવી હોસ્પિટલ રવાના કર્યા હતા. જ્યારે અરજણભાઇ ઠાકોર ઝેરી જીવજંતુ કરડ્યુ હોઇ હેલિકોપ્ટરમાં ડીસા દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા. ઉપરાંત દેલાણા ગામે બેભાન હાલતમાં પડેલા હિરાભાઇ અમથાભાઇ આયરને પણ હેલિકોપ્ટર દ્વારા ડીસા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દેલાણાના સરપંચ રામાભાઇ આહિર હેલીકોપ્ટરમાં સાથે ગયેલા બે જણાને થરા દવાખાને તેમની સાથે ગયા હતા. સરપંચ રામાભાઇ આહિરનાં જણાવ્યા મુજબ દેલાણા ગામે ચાર દિવસે બીએસઅેફની ટીમ મદદ માટે પહોંચી હતી.

એરલીફ્ટ કરાયેલા ચારેય લોકોને ડીસા લઇ જવાયા હતા. -કમલ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...