ડીસા પાટણ હાઇવે પર એક બાઈક સવારે શુક્રવારે વોકિંગમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા પાટણ હાઇવે પર એક બાઈક સવારે શુક્રવારે વોકિંગમાં નીકળેલ બે મહિલાઓને અડફેટે લેતા બન્ને મહિલા ઘવાઈ હતી.અકસ્માત સર્જી બાઈક સવાર પલાયન થઈ ગયો હતો.

ડીસા પાટણ હાઇવે પર આવેલા શ્યામ બંગલોઝ ખાતે રહેતા લતાબેન માળી અને મજુલા માળી શુક્રવારની સાંજે વોકિંગમાં નિકળ્યા હતા આ દરમ્યાન બેફામ અને પુર ઝડપે આવી બાઇક (જીજે 08 એસી 7916) ના ચાલકે બન્ને મહિલાઓને અડફેટે લેતા બન્ને મહિલા ગંભીર હદે ઘવાયા હતા.બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા .પરંતુ અકસ્માત સર્જી બાઈક સવાર નાસી છૂટ્યો હતો. જોકે ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. બન્નેના પગે ફેક્ચર થયું હતું.પરેશભાઈ શિવાજી માળીએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...