• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના રમૂણ ગામમાં આવેલ ખાતરના ગોડાઉનમાંથી 500 બોરી ખાતર ચોરાયું

ડીસાના રમૂણ ગામમાં આવેલ ખાતરના ગોડાઉનમાંથી 500 બોરી ખાતર ચોરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાના રમૂણ ગામે આવેલ એક કંપનીના ખાતર ડેપોના ગોડાઉનમાંથી બુધવારની રાત્રે 500 બોરી ખાતરની ચોરી થતાં ચકચાર મચી જવા પામી હતી. અંગે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

ડીસા તાલુકાના રમુણ ગામે આવેલા ગુજકો માસોલના ગોદામ નંબર-2માંથી બુધવારે રાત્રિના સમય દરમિયાન અજાણ્યા શખસો શટરનું તાળું તોડી અલગ-અલગ પ્રકારના રાસાયણિક ખાતરની બોરી નંગ-500 કિંમત રૂ. 3,72,622 નો મુદ્દામાલ ચોરી ગયા હતા.

જે બાબતે ગુરવારની સવારે આવેલા ગોડાઉનના કર્મચારીઓએ ગોદામ નંબર-2 નું શટર અડધું ખુલ્લું જોતા અંદર તપાસ કરતાં ખાતરની 500 બોરી ઓછી થતાં વિષ્ણુકુમાર જીભાભાઇ દેસાઇ (હાલ રહે. ડીસા) આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...