• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા જનસેવા કેન્દ્રમાં નોકરી કરું છું કહી મહિલા પાસેથી 500 પડાવ્યા, ઠગ ઝબ્બે

ડીસા જનસેવા કેન્દ્રમાં નોકરી કરું છું કહી મહિલા પાસેથી 500 પડાવ્યા, ઠગ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાઇન્દિરાનગરના ધૂળિયા કોટ વિસ્તારમાં રહેતા કવિતાબેન રવજીભાઈ પુરોહિત તેમનું આધારકાર્ડમાં નામ બદલવા બે માસ પહેલા અરજી કરી હતી. પરંતુ તેમના આધાર કાર્ડમાં નામ બદલાતા તેઓએ ડીસાની તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં તેમની પુત્રી સાથે ઉભા હતા. દરમ્યાન એક શખ્સ તેમની પાસે આવી અને પોતે જનસેવા કેન્દ્રમાં નોકરી કરે છે. તેવું જણાવી મહિલાને તત્કાલ આધાર કાર્ડ કઢાવી આપું તેમ કહી મહિલા પાસેથી રૂ.500 પડાવી લીધા હતા.બાદમાં શખ્સ રૂ.500 લઇ પલાયન થઈ ગયો હતો.

બાદમાં મહિલાએ પંચાયત કચેરી પાછળ આવેલ જન સેવા કેન્દ્ર પાસે તપાસ હાથ ધરતા શખ્સ મળી આવ્યો હતો અને તેની પાસે થી રૂ.500 પરત લઇ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...