ડીસાનાઝાબડીયા ગામે ઘર આગળથી પાણી જવા જેવી બાબતે પહેલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાનાઝાબડીયા ગામે ઘર આગળથી પાણી જવા જેવી બાબતે પહેલા સામાન્ય તકરાર સર્જાઈ હતી જેમાં લક્ષ્મીબેન બાબુજી ઠાકોર (સોલંકી) નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની સામે રહેતા જયંતીજી કપુરજી ઠાકોર , અલ્પેશજી જયંતીજી ઠાકોર તથા મીનાબેન ઠાકોરે તેમના ઘર આગળ પાણી જવા મામલે તેમને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે સામે જયંતીજી કપુરજી ચૌહાણ (ઠાકોર)ના ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીને પત્ની મીનાબેન ઘરે હતા.દરમ્યાન સામજીજી માનસુગજી સાથે 50 થી 100 માણસોનું હથિયારો સાથે ટોળું આવી ઘરમાં તોડફોડ કરી આગ ચાંપી ઘરનો સામાન બાળી નાખ્યો હતો. ઉપરાંત ઘર આગળ પડેલ બાઈક તથા એકટીવા સહિત સાધનને આગ ચાંપી દીધી હતી. બાબતે સાંમજીજી એમ. સોલંકી, ચેહરાજી વી. સોલંકી, પુનમજી ઘેમરજી, મફાજી ગલબાજી, ચકુજી ઓધારજી, ચમનજી રામજીજી, ધીરાજી લાડજીજી,બનુંજી ગજુજી સહિત 50 થી 100 વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...