• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા પાલિકા દ્વારા હાઇવે ઉપર કચરો ફેંકાતા ગ્રામજનોમાં રોષ

ડીસા પાલિકા દ્વારા હાઇવે ઉપર કચરો ફેંકાતા ગ્રામજનોમાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા-પાટણહાઇવે ગંગાનગર પાસે ડીસા નગરપાલિકા દ્વારા કચરો જાહેર માર્ગ ઉપર ફેંકવામાં આવે છે. જેથી જૂનાડીસા તથા આજુબાજુના ગામડાઓમાંથી વાહન ચાલકો, રાહદારીઓ કચરાથી પરેશાની વેઠવી રહ્યા છે. કચરો ડીસા દવાખાનાનો મેડીકલ વેસ્ટ કચરાના ઢગલાઓમાં મોટા પ્રમાણમાં જાહેર રસ્તા ઉપર નાંખતા રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઇ રહી છે. કચરો બાળવામાં આવે છે જેમાં કરોડોના ખર્ચે ઘનકચરા નિકાલનો પ્લાન ડીસા નગરપાલિકા દ્વારા જૂનાડીસા નજીક ગંગાજી વ્હોળા વિસ્તારમાં બનાવેલ હોવા છતાં જાહેર રસ્તા ઉપર કચરો ફેંકી ગંદકી ફેલાવી રહ્યા છે. જલ્દી કચરો નહીં હટાવાય તો રોગચાળો ફાટી નિકળે છે. કચરાનો કાયમી નિકાલ તેમની જગ્યા ઉપર કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...