તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાની કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાની કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવાયો

ડીસા |ડીસાની ડાયમંડ સોસાયટી નજીક આવેલી નવજીવન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.એડ્. કોલેજમાં શનિવાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં કોલેજના છાત્રો વિજ્ઞાન વિષય પ્રત્યે રસ-રૂચી દાખવતાં થાય અને તેઓ વૈજ્ઞાનિક ઢબે વિચારતાં થાય તે અંતર્ગત વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં છાત્રોએ વિવિધ કૃતિઓ રજૂ કરી અંધશ્રદ્ધા અને વિજ્ઞાનના લાભ વિશે સૌને માહિતગાર કર્યા હતા. પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. આર.કે. પટેલ, કોલેજના ટ્રસ્ટી બાબુભાઇ પટેલ, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય મનોજભાઇ ચોખાવાલા, પુષ્પાબેન પટેલ, કોલેજના અધ્યાપકો સહિત છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...