તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • વ્યસનમુક્તિ અભિયાનમાં પોલીસનો કાયમી સહકાર રહેશે : ડીએસપી

વ્યસનમુક્તિ અભિયાનમાં પોલીસનો કાયમી સહકાર રહેશે : ડીએસપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાના ભીલડી ખાતે શુક્રવારે જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો. જેમાં અગ્રણીઓ દ્વારા વિવિધ મુદ્દે રજૂઆત કરાઇ હતી. જ્યારે જિલ્લા પોલીસવડાએ ઠાકોર સેનાના વ્યસનમુક્તિ અભિયાનની પ્રશંસા કરી તેમાં પોલીસનો કાયમી સહકાર રહેશે તેવી ખાત્રી આપી હતી.

ભીલડી પોલીસ મથકે શુક્રવારે જિલ્લા પોલીસવડા નિરજ બડગુજરના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં અગ્રણીઓ દ્વારા ટ્રાફિક તેમજ દારૂના વેચાણ અંગે તેમજ બે ઘરનાળા આગળ કાયમી પોલીસ પોઇન્ટ મુકવા રજૂઆત કરી હતી. તો ઠાકોર સેનાના ડીસા તાલુકા મંત્રી પ્રવિણ ઠાકોરે ભીલડી આસપાસ ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા રજૂઆત કરી હતી. જ્યારે પોલીસવડાએ દારૂ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવી જિલ્લામાં ઠાકોર સેનાના વ્યસનમુક્તિ અભિયાનની પ્રશંસા કરી હતી તેમજ તે અભિયાનમાં પોલીસનો સંપૂર્ણ સહકાર રહેશે તેવી ખાત્રી આપી હતી.

બેઠકમાં સરપંચ અલ્કેશભાઇ રાવલ અને શાંતિભાઇ જોષી, નટુભાઇ ઠક્કર, રઘુભાઇ રાજગોર, કે.કે. પટેલ સહિત અગ્રણીઓ તેમજ ભીલડી પીએસઆઇ ઓ.પી. સિસોદીયા તથા સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...