તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસામાં નેશનલ હાઇવે ઓથોરીટીની દબાણદારો સામે લાલ આંખ કરી દબાણો દૂર કરાયા હતા.તસવીર રાકેશ પટેલ

ડીસામાં નેશનલ હાઇવે ઓથોરીટીની દબાણદારો સામે લાલ આંખ કરી દબાણો દૂર કરાયા હતા.તસવીર-રાકેશ પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાહાઇવે પર સોમવારે સવારથી નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા માર્ગને અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા. એનએચએઆઇ દ્વારા 70થી વધુ લારી-ગલ્લા, 90થી વધુ સાઇન બોર્ડ રોડ રેમ્પ સહિત માર્ગને અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા.

રાજમંદિર ચાર રસ્તા, દીપક હોટલ ચાર રસ્તા, જલારામ મંદિર સર્કલ, ગાયત્રી મંદિર સર્કલ સહિત હાઇવે વિસ્તાર પર ટ્રાફિકની રોજીંદી સમસ્યાથી દુકાનદારો, વાહનચાલકો તથા રાહદારીઓ અકળાઇ ઉઠ્યા હતા. ટ્રાફિક સમસ્યાના પણ પ્રશ્નની વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નક્કર પરિણામ આવ્યુ હતું. ત્યારે સોમવારે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા માર્ગના અડચણરૂપ દૂર દબાણો કરાયા હતા. જેમાં શહેરના ગાયત્રી મંદિર ચાર રસ્તા હાઇવેથી બનાસનદીના પુલ સુધીના માર્ગના અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા. જેમાં દબાણમાં આવેલ 70 થી વધુ લારી-ગલ્લા, 90થી વધારે સાઇનબોર્ડ, હોસ્પિટલના સેડ, પતરા સહિતના અનેક દબાણો હટાવાયા હતા. નેશનલ હાઇવે ઓથોરીટીની લાલ આંખ સામે અન્ય દબાણદારોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

અંગે નેશનલ હાઇવે ઓથોરીટીના ઇન્સિડેન્ટ મેનેજર મુકેશભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, દબાણદારોને આગલા દિવસે દબાણદુર કરવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર કરાતા અમારે દબાણદૂર કરવાની ફરજ પડી હતી.

70 થી વધુ લારી-ગલ્લા,90થી વધુ સાઇન બોર્ડ, શોપિંગ સેન્ટરના શેડ હટાવતાં અફડાતફડી મચી

અન્ય સમાચારો પણ છે...