તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા-ભાભરના વેપારીઓ પાસેથી 23.18 લાખની વેટ ચોરી ઝડપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાશહેરમાં કરીયાણા, વાસણ તેમજ મિનરલ વોટરના એકમો મળી જગ્યાએ વાણિજ્યવેરા તંત્રએ સર્ચ કરાયુ હતું.જેમાં વાસણની દુકાનમાં સ્ટોકના વજન સાથેના જથ્થાની નોધ કરાઇ હતી અને વેપાર મુજબ સ્ટોક દર્શાવેલ છે કે નહિ તેને લઇને તપાસ કરાઇ હતી.નાણાકીય હિસાબોની ચકાસણીમાં એક દુકાનમાં મોટાપાયે બાકી ટેક્ષ નિકળ્યો હતો. જ્યારે એક મીનરલ વોટરના એકમમાંથી રૂા. સાત લાખ જેટલી ટેક્ષ ચોરી મળી આવી હોવાનું વાણિજ્યવેરા તંત્રના સુત્રોએ જણાવ્યુ હતું.

ડીસામાં કરીયાણા, વાસણ અને મીનરલ વોટર મળી 6 સ્થળ તેમજ ભાભરમાં બે સ્થળે અઠવાડીયા પહેલા વાણિજ્યવેરા મહેસાણા વર્તુળની ટીમ દ્વારા કરાયેલ સર્ચમાં પત્રકો, સ્ટોક સહિત નાણાકીય વ્યવહારો ચકાસવામાં આવ્યા હતા.જેમાં મીનરલ વોટરના એક એકમ તેમજ એક વાસણના વેપારીને ત્યાંથી રૂા. સાત, સાત લાખનો બાકી ટેક્ષ નિકળ્યો હતો.આ તમામ આઠ એકમો મળી કુલ રૂા. 23.18 લાખની ટેક્ષ ચોરી પકડાઇ હતી.જે પૈકી એક એકમમાં બાકી ટેક્ષમાં સમંત થતા રેકર્ડ સીઝ કરી આગળ કાર્યવાહી કરાઇ હોવાનું વાણિજ્યવેરા તંત્રના સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...