તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ | ડીસા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | ડીસા

ડીસામાંથીફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શનિવારે રીસાલા બજારમાં રહેણાંક મકાનમાંથી બનાવટી તેલનો જથ્થો ઝડપી લીધો હતો. વેપારીઓ એટલી હદે નફ્ફટાઇ પર ઉતરી આવ્યા હતા કે સેમ્પલ લેવાની કામગીરી દરમિયાન પંચો-સાક્ષીઓને ભગાડી દઇ અધિકારીઓ સાથે તૂ...તૂ...મેં...મેં... સર્જાતા અધિકારીઓએ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી.

ડીસા શહેરમાં તેલ, ઘી, મરચું, હળદર, લ્યુબ્રીકેન્ટ ઓઇલ અને કોસ્મેટીક ઉત્પાદનોમાં મોટાપાયે બનાવટ અને ભેળસેળ થઇ રહી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ડેઝિગ્નેટેડ ઓફિસર કે.આર. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર બી.બી. પ્રજાપતિ અને પી.એમ. પટેલ સહિતની ટીમે ડીસાના રીસાલા બજારમાં રામાપીર મંદિરની સામે દેવચંદભાઇ દશરથલાલ પંચીવાલા (મોદી) ના રહેણાંક મકાનમાં તેલમાં બનાવટ અને ભેળસેળ ચાલતી હોવાની માહિતીના આધારે શનિવારે ઓચિંતિ રેડ કરી હતી.

જેમાં વિવિધ લોકલ બ્રાન્ડના તદ્દન હલકા તેલને સારી કંપનીના બ્રાન્ડેડ નામથી રેપેકીંગ કરી વેચવાની પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવતાં ફૂડ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે, ડુપ્લીકેટ કરતા વેપારીઓ અને સમાજના લોકો એકત્ર થઇ જતાં નફ્ફટાઇ પર ઉતરી આવ્યા હતા. અને સેમ્પલ લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે છઠ્ઠું સેમ્પલ લેવાતાં પંચો અને સાક્ષીઓને ભગાડી દીધા હતા. જેથી વેપારીઓ-અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં ફૂડ વિભાગના અધિકારી કે.આર. પટેલે ડીસા દક્ષિણ પોલીસ મથકે વેપારી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી.

જ્યારે ફૂડ વિભાગ દ્વારા બ્લેન્ડ પામતેલના 13 તેમજ જુદીજુદી બ્રાન્ડના લેબલ લગાવેલા મળી કુલ 30 ડબ્બાનો જથ્થો સીઝ કર્યો હતો.

ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બનાવટી તેલ ઝડપ્યું હતું.

કયો જથ્થો સીઝ કરાયો અને સેમ્પલ લેવાયા

1.અમરઓઇલ મીલ - ગોલ્ડન બ્રાન્ડનું સોયાબીન તેલ

2.શ્રી પદ્મનાભ ઓઇલ મીલ - આરબીડી પામતેલ

3.સવાઇ માર્કેટીંગ - રાધીકા બ્રાન્ડ તેલ

કામગીરી દરમિયાન વેપારીઓએ પંચો-સાક્ષીને ભગાડી દીધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો