તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • ડીસા તાલુકા પંચાયતના બજેટમાં કૃષિ ક્ષેત્રે રૂ.13 લાખની જોગવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા તાલુકા પંચાયતના બજેટમાં કૃષિ ક્ષેત્રે રૂ.13 લાખની જોગવાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1. 54 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર

ડીસાતાલુકા પંચાયતનું વર્ષ 2017-18 નું રૂ. 1.54 કરોડ રૂપિયાની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બજેટ બેઠકમાં તાલુકાના દરેક સદસ્ય સાથે ખેડૂતોને ખેડૂત પ્રેરણા પ્રવાસ અતંર્ગત ટુર પર લઇ જવાતો નિર્ણય કરાયો હતો. બજેટમાં ખેતીવાડી ક્ષેત્રે રૂ. 13 લાખ અને શિક્ષણમાં રૂ.પાંચ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

બજેટ બેઠક મંગળવારે તાલુકા પંચાયતના સભાગૃહમાં મળી હતી. બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ ડાહીબેન વિજુભા વાઘેલા, જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન બળવંતસિંહ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ લેબજીજી ઠાકોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જોઇતાભાઇ પટેલ, ટીડીઓ સી.એમ.દરજી સહિત સદસ્યો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીએ વર્ષ 2017-18 નું અંદાજીત બજેટ રજુ કરતાં સર્વ સંમતિથી રૂ. 1,54,40,361 ની સિલક દર્શાવતુ બજેટ મંજૂર કરાયું હતું. સ્વભંડોળની આવકમાંથી પંચાયત દ્વારા ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ, બાંધકામ સહિતના ક્ષેત્રોમાં રકમની ફાળવણી કરાઇ હતી. તાલુકા પંચાયત દ્વારા ખેડૂતો અન્ય જિલ્લાના ખેડૂતોમાંથી પ્રેરણા મેળવી નવુ શિખે તે હેતુથી ખેડૂત પ્રેરણા પ્રવાસ નું આયો જન કરાયું છે.

બજેટની તારીજ

1એપ્રિલ 2017ની ઉધડતી સિલક- 1,38,87,361

સને 2017-18 ની અંદાજીત આવક - 88,00000

એકંદર કુલ - 2,26,87,361

સને 2017-18 નો અંદાજીત ખર્ચ - 72,47000

31 માર્ચ 2018 ના રોજ બંધ સિલક- 15,44,0361

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો