• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ઇન્ડિયન મેડિકલ એસો તથા તાલુકા હેલ્થ વિભાગ દ્વારા વર્કશોપ યોજાયો

ઇન્ડિયન મેડિકલ એસો તથા તાલુકા હેલ્થ વિભાગ દ્વારા વર્કશોપ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |બનાસકાંઠામાં પુર સર્જાતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે પૂરના કારણે રોગચાળો ના ફેલાય તથા જન જાગૃતિના ભાગરૂપે લોકો સુધી આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તેવા આશ્રય સાથે ડીસાના આઈ.એ.એમ હોલ ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસો.ડીસા સિવિલ ડોક્ટર્સ, તાલુકા હેલ્થ વિભાગ, શહેરના ડોક્ટર્સ, લેબોરેટરીઝ વિભાગ સહિત આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તમામ લોકો બેઠકમાં જોડાયા હતા.આ બેઠકમાં તાલુકાના તથા જિલ્લાના છેવાડાના માનવીને આરોગ્યની સેવા મળી રહે ઉપરાંત ચિકનગુનિયા, સ્વાઈન ફલૂ, સહિત આરોગ્યના જાગૃતિ માટે લોકો સુધી પીવાનું પાણી ઉકાળીને પીવા ક્લોરીન યુક્ત પાણીનો ઉપયોગ કરવા સહિત અનેક સૂચના લોકો સુધી પહોંચાડી તેનો અમલ થાય તે અર્થે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ડો.નીલમબેન પટેલ,ડો. આચાર્ય, ડો.ગર્ગ સહિત સરકારી ડોક્ટર્સ, ખાનગી ડોક્ટર્સ, તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...