• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Deesa
  • ધાનપુરાની પરિણીતાના મૃત્યુ મામલે પતિ સહિત 4 સામે ફરિયાદ નોંધાઇ

ધાનપુરાની પરિણીતાના મૃત્યુ મામલે પતિ સહિત 4 સામે ફરિયાદ નોંધાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |ડીસા તાલુકાના ધાનપુરા ગામે એક સપ્તાહ પૂર્વે ખેતરમાં જાટકા મશીનનો કરંટ લાગતા પરિણીતાનું મોત નીપજ્યું હોવાનું સાસરિયાંઓએ જાહેર કર્યા બાદ પરિણીતાની માતાને શંકા જતા પતિ સહિત સાસરીપક્ષના ચાર શખ્સો સામે પોતાની પુત્રીને આપઘાત કરવા દુષ્પ્રેરણ કરાયું હોવા મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી હતી.

ત્યારબાદ મૃતકની માતાને શંકા જતા તેમણે પોતાની દીકરીનું કરંટ લાગવાથી નહીં પરંતુ સાસરીપક્ષના ત્રાસથી મોત થયું હોવાનું જણાતા અંગે ડીસા તાલુકા પોલીસ મથકમાં પોતાના જમાઈ અશોકસિંહ જેનુંસિંહ વાઘેલા,મૃતક રાજુબાની જેઠાણી પરસનબા દુધભા વાઘેલા અને દિયર વિક્રમસિંહ જેનુંસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...